ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 6 અને આવતીકાલે 7 સપ્ટેમ્બર,2025 દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 385 લોકોનું સ્થાળતર કરાયું છે.
વડોદરામાં એક વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ
વડોદરા તાલુકાના શાહપુરા ગામે 57 વર્ષીય ધુવા ભાઈ વિઠ્ઠલભાઈ તડવી નદીના પ્રવાહમાં તણાઈ જતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે. ફાયરબ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે.
પૂરનું સંકટ ટળ્યું!
નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર ખૂલેલા 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરાયા છે. જો કે, રાહતની વાતએ છે કે, વડોદરા, ભરૂચ, નર્મદા ઉપરથી પૂરનું સંકટ ટળ્યું છે.
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસ્યો
કપરાડા - 7.17
બોટાદ- 3.50
પોશીના- 3.27
પડધરી- 3.15
તલોદ- 3.07
સાણંદ- 3.03
જામકંડોરણા- 2.83
પ્રાંતિજ- 2.72
બાયડ- 2.60
ઉમરગામ- 2.60
ધરમપુર- 2.48
પાલનપુર- 2.36
રાધનપુર- 2.28
દાંતા- 2.24
12 NDRF અને 20 SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનું કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.