અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા કરોડોના સટ્ટાકેસમાં વોન્ટેડ આરોપી હર્ષિત બાબુલાલ જૈનને દબોચીને સ્ટેટ મોનટરિંગ સેલએ સ્પે. કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ વર્ષા કિરણ રાવે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'આરોપીનું નામ ફરિયાદમાં પહેલાંથી જ છે અને દુબઇ સરકારે ડિપોર્ટ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. જો કોર્ટ રિમાન્ડ મંજૂર કરે તો આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય'.
કોર્ટ સમક્ષ શું રજૂઆત કરાઈ?
આરોપીએ સહઆરોપીઓ સાથે મળીને માધવપુરામાં ઓફિસ ભાડે રાખી જુગાર, ડબ્બા ટ્રેડિંગ કરાવતા હતા રેડ દરમિયાન મળેલ મુદ્દામાલ બાબતે આરોપીની પૂછપરછ કરવી જરૂરી હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અત્રે જણાવીએ કે, હર્ષિતે સહઆરોપી સાથે મળી જુગારની હારજીતના પૈસા ચૂકવવા માટે અલગ અલગ વ્યક્તિઓના 536 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા તે અંગે તપાસ તેમજ આરોપીઓ જુદી જુદી એપ દ્વારા ક્રિકેટ સટ્ટા સહિતનો જુગાર રમાડતા હતા તે કઈ એપ છે? આ કેસ અનુસંધાને જેવી વિવિધ બાબતોની પૂછપરછને લઈ રિમાન્ડની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
5 દિવસના રિમાન્ડ મંજૂર
સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી ત્યારે સ્પે. કોર્ટે રજૂઆતના મુદ્દાઓ ધ્યાને લઈ બાદ 5 દિવસના એટલે કે 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. આરોપીએ મહાદેવ બુકના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રાકર પાસેથી ફ્રેન્ચાઇઝી લીધી હતી તે બાબતે પૂછપરછ કરાશે
કઈ બાબતોની તપાસ કરાશે?
ફરિયાદ દાખલ થયા બાદ આરોપી નેપાળ અને ત્યાંથી દુબઇ જતો રહ્યો હતો ત્યાં તેણે કોને આશ્રય આપ્યો અને કોણે આર્થિક સહાય પૂરી પાડી, આ કેસના અન્ય ફરાર આરોપી અમીત મનસુખ મજીઠીયા, સૌરભ ઉર્ફે મહાદેવ, કાર્તિક ઉર્ફે સ્ટીવન, હિતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર ઠક્કર, વિવેક જૈન, સમીર પણ નેપાળ મારફતે દુબઇ ગયા હતા પણ હાલ તેઓ ક્યાં છે?