સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ સુથાર મોહલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન હલચલ ભરી ઘટના બની હતી. માહિતી મુજબ ગણપતિના પંડાલમાં પથ્થરમારાનો આક્ષેપ કરાયો હતો. જેમાં સ્થાનિકોમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી આવી અને મામલાની તપાસ શરૂ કરી છે.
પથ્થર વાગતા એક મહિલા ઈજાગ્રસ્ત
સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનામાં તાંબેરિયા વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો દ્વારા પથ્થરમારા કર્યાનો દાવો કર્યો હતો. લોકોના આરોપ મુજબ, તેઓ જાણે જોઈને ગણપતિના પંડાલમાં પથ્થર ફેંકી ગયા હતા. પથ્થરમારાની આ ઘટનામાં એક મહિલા પર પથ્થર વાગતા તેને સામાન્ય ઇજા પણ પહોંચી હતી.
લોકોમાં ભય
ઘટનાને લઈને નારાજગી ફેલાઈ હતી અને તણાવના સંજોગો વચ્ચે વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા પણ ગણેશ પંડાલ ખાતે પોહચ્યા અને સ્થિતિને સમજી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા બે બાળકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, બાળકો રમતા રમતા પથ્થર ફેંકી રહ્યા હતા અને તેમનો પથ્થર ગણપતિના પંડાલમાં પડી ગયો હતો.