બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે. પૂર ગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મોટું નુકસાન થયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર ચડી રહ્યું છે, કેટલાક લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશરો રહ્યો નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ન ખાવા માટે છે.. કે ન રહેવા માટે. ફક્ત આશા અને અને હિંમત બચી છે. જે હિંમતમાં છે કે, 'યેં ભી દીન ચલા જાયેગા' અને નવી ઉર્જા સાથે જીવ્યા તો જગ જીત્યા જેવું મનોમન મનાવીને ફરી નવ સર્જન કરવાની હિંમત રાખી બેસ્યા છે. જો કે, આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો મદદે પણ આવ્યા છે, તો કેટલાક મજા પણ લઈ રહ્યાં છે તેવું કહીશું તો અતિશયોક્તિ નહીં કહેવાય!
ગેનીબેનની 'ગળાડૂબ સેલ્ફી'
કુદરતના પુર પ્રકોપ વચ્ચે વહીવટી તંત્ર, સામાજિક સંસ્સથાઓ સહિત રાજકીય પક્ષોથી થતી તમામ મદદ કરવામાં આવી રહી છે , જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તમામ પક્ષો પૂર ગ્રસ્તોની થતી તમામ મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે એક વીડિયો એવો પણ સામે આવ્યો છે. જેમાં સાંસદ ગેનીબેન ગળાડૂબ પાણીમાં તો ઉતર્યા છે, વીડિયો જોતા જણાઈ રહ્યું છે, તેઓ કોઈ રેસ્ક્યુ માટે નહીં પણ 'ફોટોશૂટ' માટે ઉતર્યા હોય તેમ તેમની સાથે પાણીમાં ઉતરેલા લોકો પ્રજાની પીડાને ભૂલીને ગળાડૂબ સેલ્ફી લેવામાં મશગુલ છે.
પૂરગ્રસ્તોની પીડા વચ્ચે બોલ્યાં 'વાહ... વાહ.... વાહ'
બનાસકાંઠામાં પ્રજાનો 'ગળાડૂબ' વિશ્વાસ જીતવા ગેનીબેન 'ગળાડૂબ સેલ્ફી' લઈ રહ્યાં છે... એટલું જ નહીં જાણે કે, કોઈ ગંગાના ઘાટ પર ગયા હોય અને આનંદ લઈ રહ્યાં હોય તેમ વાહ..વાહ..વાહ શબ્દ પણ બોલી રહ્યાં છે. જો કે, આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રજા માટે આ પાણી ક્યારેય ન ભૂલાય તેવી પીડા સમાન છે પરંતુ ગેનીબેન માટે પૂરના પાણી "સેલ્ફી સેશન" અને "પીકનીક ઇવેન્ટ" બની ગયા હોય તેવું વિડીયો ના દ્રશ્યો અને ગેનીબેન સહીત ન અલોકોના ચહેરા પર રમતા હાસ્યથી લાગી રહ્યું છે.
હસતો મુખ અને ગળાડૂબ પાણી
સાંસદ ગેનીબેન ઠાકોર મોરીખા ગામમાં પહોંચ્યાં હતાં, પરંતુ ગામમાં કમરસમા પાણી ભરાયેલાં હોવાથી સાંસદે પોતાની ટીમ સાથે કમરથી છાતી સુધીના પાણીમાં ચાલીને તો ક્યાંક ટ્રેક્ટર પર બેસીને સમગ્ર ગામની પરિસ્થિતિની સમીક્ષા સાથે 'સેલ્ફીશૂટ' પણ કર્યું હતું?