અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ કેસમાં પોલીસે આરોપીઓેને દબોચી લીધા છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ 25 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.
રામોલ પોલીસે આરોપીઓને દબોચી લીધા
આરોપી ઋષિ ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો થાય છે. આરોપી ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણ કરવાની ટીપ્સ આપી હતી. રૂપિયાની જરૂર હોવાથી સંગ્રામ 4 દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો અને આરોપીઓએ લૂંટ અને અપહરણ કરવા માટે ઈનોવા કાર ભાડે લીધી હતી. ત્યારે રામોલ પોલીસે સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ બાબતે તપાસ કરતા આરોપીઓના રૂટના ઉપરના અલગ અલગ સીસીટીવી ફુટેજ ચેક કરી બાતમીદારો મારફતે આરોપીઓને દબોચી લીધા છે.
આોરોપીના નામ
(1) સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર, અમદાવાદ શહેર
(2) શિવમસિંહ ઉર્ફે કાકુ રધુરાજસિંહ તોમર , અમદાવાદ શહેર
(૩) અમન અવધેશસિંહ ભદોરીયા, અમદાવાદ શહેર
(4) સુરજ સુભાષચંદ્ર ચૌહાણ રહે, ઉત્તરપ્રદેશ
(5) અરફરોઝખાન ઉર્ફે સૈજ શાહિદખાન, ઉત્તરપ્રદેશના
તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
(1) રોકડા રૂપિયા 26,00,000/
(2) સોના દાગીના આશરે 25 તોલા જેની હાલની કિ.રૂ.25,00,00
(3) ચાંદીના દાગીનાઓ આશરે દોઢ કિલો જેની કિ.રૂ.1,50,00
કુલ રૂ.52,50,000 મુદ્દા માલ જપ્ત કરાયો
ગુનાના કામે વપરાયેલ ચપ્પુ તથા ઇનોવા અને સ્વીફટ કાર પણ રીકવર કરી છે.