નમો યુવા રનની ટી શર્ટ અને લોગોનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 17 મી સપ્ટેમ્બરથી થી 2 ઓકટોબર સુધી સેવા પખવાડિયું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન કર્યું છે
ગુજરાતમાં 10 શહેરોમાં 'નમો યુવા રન' યોજાશે
ભાજપે આપેલી વિગતો મુજબ દેશમાં 75 સ્થાન પર અને ગુજરાતમાં 10 શહેરોમાં 'નમો યુવા રન' યોજાશે. યુવાનોને નશામાંથી મુક્ત કરી યુવાનોને શારીરિક રીતે સશક્ત બનાવવા રાજ્યમાં 8 મનપા સહિત 10 જગ્યાએ યુવા રન યોજાશે. જેના પગલે રમત ગમત મંત્રીએ પાર્થિવ પટેલને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે સ્થાપિત કર્યા છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ટી શર્ટ લોન્ચ કરાવ્યું છે. ત્યારે 'નમો યુવા રન'માં 10 હજાર જેટલા યુવાનો એક સ્થાન પર જોડાશે, એટલે 1 લાખ યુવાનો આ મેરેથોનમાં જોડાશે
અમદાવાદમાં વસ્ત્રાપુર લેકથી 'નમો યુવા રન'નું આયોજન
ગુજરાત ભાજપ યુવા મોરચા દ્વારા 'નમો યુવા રન' નશા મુક્ત ભારત અભિયાન તેમજ વિકસિત ભારત માટે આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટએ કહ્યું કે, ''નમો યુવા રનનું આયોજન અમદાવાદમાં વસ્ત્રાપુર લેકથી 5 કિમી સુધી કરવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી 5 કિમી સુધી તો
રાજકોટ, આણંદ, વલસાડ, બરોડા સુરત એમ દરેક જગ્યાએ પણ 5 કિમીની રેન્જ સુધી નમો યુવા રન યોજશે''.
'પ્રધાનમંત્રી યુવાનોના રોલ મોડેલ છે'
ભાજપ યુવા પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટએ કહ્યું કે, 'પ્રધાનમંત્રી યુવાનોના રોલ મોડેલ છે એટલે યુવાનો પણ એમના જન્મદિવસે વધુમાં વધુ લોકો જોડાશે, યુવા મોરચાના કાર્યકરો જીમમાં, કોલેજોમાં દરેક જગ્યાએ યુવાનોને મળી લોકોને જોડશે'.
મારા કેરિયરમાં વડાપ્રધાનનો બહુ મોટો ફાળો છે: પાર્થિવ પટેલ
ક્રિકેટર પાર્થિવ પટેલે કહ્યું કે, ''મારા કેરિયરમાં વડાપ્રધાનનો બહુ મોટો ફાળો છે, નશા મુક્તિ અભિયાન દેશના યુવાનો માટે બહુ મહત્વનું છે. યુવાનોએ નશાથી દુર રહેવું જોઈએ તેમજ ફિટનેસ રાખવી બધા માટે જરૂરી છે. પોતાના માટે 1 કલાક કાઢવો જોઇએ. મને નમો યુવા રન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો તે માટે હું આભાર માંનું છું''