નેપાળમાં ચાલી રહેલા આંદોલનના કારણે ત્યાં ફરવા માટે ગયેલા અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે. પાપ્ત વિગતો મુજબ ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50 જટલા અંદાજે ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકો સુરક્ષિત હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જે તમામ લોકો હોટલો સહિત વિવિધ સુરક્ષિત જગ્યાઓ પર છે. જેઓ સોશિયલ મીડિયામાં આપવીતી જણાવી રહ્યાં છે. અમે સુરક્ષિત છીએ પરંતુ બહાર નીકળવું ગંભીર છે. જો કે, આ બધાની વચ્ચે સરકારે નાગરિકોને પરત લાવવા માટે પગલા પણ હાથ ધર્યા છે.
હિંસા દેખી હેમખેમ પરત ફરતા હાશકારો
કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક ભારતના નાગરિકોને પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ભાવનગરના 43 જેટલા લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાતે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, આ પ્રવાસી નેપાળમાં ફસાયા હોવાની જાણાકીર સ્થાનિક કોર્પોરેટરને થતાં તમામ ફસાયેલા લોકોના તાત્કાલિક પરત લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપર્ક સાંધ્યો હતો. જેના પગલે જે તમામ પ્રવાસીઓને હેમખેમ પરત લાવવામાં આવતા હાસકારો અનુભવ્યો છે, તેમણે તંત્રનો આભાર માન્યો હતો.
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ - ઈમર્જન્સી નંબર:
1. +977-980860 2881
2. +977-981 032 6134
હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખતા બનાસકાંઠા જિલ્લાનાં કોઈપણ વ્યક્તિઓ નેપાળમાં હોઈ અને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
1. +977-980 860 2881
2. +9779810326134
વધુમાં બનાસકાંઠા જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર (નાગરિકોની મદદ માટે) પર પણ જાણ કરી શકો છો.
1. 02742251627
2. 02742250627