Home Gujarat Brothel Operating In A Residential Area In Jamnagar Was Exposed

જામનગરમા આવાસમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ : રોકડ રકમ સહિત આરોપસૂચક મુદ્દામાલ કબજે કર્યો

જામનગરમા આવાસમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Sep 10, 2025, 01:28 PM IST

જામનગર શહેરના અંધ આશ્રમ પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે એક ગેરકાયદેસર ચાલતું કુટણખાનું ઝડપ્યું છે. આ કામગીરી શહેરના ડીવાયએસપીની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. ગુપ્ત માહિતીના આધારે પોલીસે અહીં દરોડો પાડી, ત્યાંથી એક મહિલા સંચાલકની ધરપકડ કરી છે, જે આ ગેરકાયદેસર ધંધો ચલાવતી હતી.

1,000 વસૂલવામાં આવતા હતા

જાણવા મળ્યા મુજબ, આ મહિલા બહારથી ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ શહેરથી યુવતીઓને બોલાવીને, પોતાના ઘરમાં જ પુરુષ ગ્રાહકો માટે ગોરખધંધો ચલાવતી હતી. આ મહિલાએ આખું નેટવર્ક ઘરની ચલાવતી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ મહિલા સિલાઈના કામના બહાને આ ધંધો ચલાવતી હતી. દરેક ગ્રાહક પાસે રૂ. 1,000 વસૂલવામાં આવતા હતા. પૈસાની વહેચણી પણ ચોક્કસ રીતે થતી હતી. જેમાંથી રૂ. 500 મહિલા પોતે રાખતી અને બાકીના રૂ. 500 રૂપિયા બહારથી આવેલી સ્ત્રીને આપતી હતી.

રોકડ રકમ સહિત મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ અને અન્ય આરોપસૂચક મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને શક્ય છે કે ગેરકાયદેસર ધંધાના પાછળના વધુ શખ્સોનું ભાંડાફોડ થઈ શકે છે. પોલીસે યોગ્ય પગલાં ભરતાં ફરીથી એક અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now