અમદાવાદમાં રામદેવપીરના મંદિર પર તોડફોડ થઇ છે. વિગતો મુજબ એક અજાણ્યા શખ્સે મંદિરનો તાળો તોડી, મૂર્તિઓને ખંડિત કરી હતી. રઝાક આલમ નામે ઓળખાણ થયેલા વ્યક્તિ આકૃત્યું કર્યું હતું. જે વ્યક્તિ માનસિક અસ્થિર હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રામદેવપીરના મંદિરમાં તોડફોડ કરી
ઘટનાની વધુ વિગતો અનુસાર હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દેવાઇ હતી. તેમજ રામદેવપીરની મૂર્તિને ખંડિત કરી હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતાં તે શખ્સને બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો.
'રઝાક આલમની અટકાયત કરી'
પોલીસ નું કહેવું છે કે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનરિયા બ્લોક આવેલો છે, તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની ડેરી છે. ત્યાં કોઈક અજાણ્યા ઇસમે મૂર્તિ સવારમાં વહેલી ખંડિત કરી લીધી હતી. જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા, તુરંત બાપુનગર પોલીસ તેમજ ગાયકવાડપુરા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પૂજારીની ફરિયાદના આધારે 32 વર્ષીય યુવક રઝાક આલમની અટકાયત કરી છે.
યુવક ખરેખર માનસિક બીમાર છે કે કેમ?
પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ, રઝાક આલમની માનસિક સ્થિતિ સારી નથી અને તેની માનસિક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે. જોકે, યુવક ખરેખર માનસિક બીમાર છે કે કેમ? તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે. હાલ, બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.