ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન RTE - રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શિક્ષણ લઈ રહેલા બાળકો સામે ભેદભાવનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇરામન ખેડવાલા કહ્યું કે, “આજે વિધાનસભામાં મારો પ્રશ્ન હતો, જેમાં સરકાર તરફથી યોગ્ય અને સંતોષકારક જવાબ મળ્યો નથી.”
RTE ના વિદ્યાર્થીઓ સાથે શાળામાં ભેદભાવ રખાય છે
ધારાસભ્ય ખેડવાલાએ જણાવ્યું કે, RTE હેઠળ દાખલ થયેલા બાળકો સાથે અમદાવાદ જિલ્લાની ઘણી ખાનગી શાળાઓમાં ભેદભાવ થાય છે. તેમને કેન્ટીનમાં જવા દેતા નથી, રમતગમતની પ્રવૃત્તિઓમાં સામેલ થવા દેતા નથી અને શાળાની ઈતર પ્રવૃત્તિઓમાં પણ દૂર રાખવામાં આવે છે. રાજ્ય સરકારના મંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું હતું કે અમદાવાદ શહેરની ચાર શાળાઓ વિરુદ્ધ આવા ભેદભાવની ફરિયાદો મળી છે. જોકે, સરકાર તરફથી માત્ર નોટિસ આપીને શાળાને ચેતવણી આપી દેવાઈ છે અને હજુ સુધી કોઈ પણ કડક પગલું કે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
કોંગ્રેસે કડક કાર્યવાહીની માંગ કરી
કોંગ્રેસના દાવો છે કે આવો ભેદભાવ સહન યોગ્ય નથી અને જે શાળાઓ RTEના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમની સામે કડક કાર્યવાહી કરીને શાળાની માન્યતા રદ કરવી જોઈએ. આ મુદ્દે ભાજપ સરકારએ હજુ સુધી શાળાઓના નામ જાહેર કર્યા નથી, પણ કોંગ્રેસએ ગૃહમાં બે શાળાના નામ જાહેર કર્યા છે.
ચાંદખેડા સ્થિત એશિયન ગ્લોબલ સ્કૂલ
વૈષ્ણોદેવી પાસે આવેલી ઝેનિથ સ્કૂલ