logo-img
Former Karnataka Chief Minister Visits Statue Of Unity

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત : સરદાર પટેલ અંગે શું કહ્યું યેદીયુરપ્પાએ??

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 12:51 PM IST

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. યેદીયુરપ્પાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા પણ કરી હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક યેદિયુરપ્પાએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુર રાઉલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા. એકતાનગર ખાતે આવેલા નર્મદા ડેમની મુલાકાત લઈ ગાઈડ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી.

મુલાકાત બાદ નોધપોથીમાં પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યુ હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મારી બીજી મુલાકાત હતી અને પ્રથમ મુલાકાત કરતા પણ વધુ પ્રભાવિત થયો છું,સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રના એકીકરણમાં તેઓની ભૂમિકા પાર આધારિત પ્રદર્શન ખુબસુરત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ એવા દ્રશ્યો છે જેને તસ્વીરોમાં કેદ ન કરી શકાય. વધુમાં યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે,નર્મદા નદી કિનારે સ્થાપિત કરાયેલ આ વિરાટ પ્રતિમાના પ્રથમ દર્શન માં જ સરદાર પટેલના અદભુત વ્યકતિત્વ અને ભારતની એકતાની મહાન ગાથાને સામે લાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now