બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દિયોદર, લાખણી, સુઈગામ, ભાભર, થરાદ અને વાવ તાલુકામાં આજે તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પાંચ અધિકારીઓને મુકાયા
સાથો સાથ બનાસકાંઠા જિલ્લામાં ભારે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પાંચ અધિકારીઓને મુકાયા છે. રાજ્ય સરકારે પાંચ GAS કેડરના અધિકારીઓને તાત્કાલિક અસરથી મુકવામાં આવ્યા છે.
ખેતીપાકને નુકસાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતી પાકને પણ નુકસાન ગયું છે. બાજરી સહિતનો પાક પાણીમાં ગરકાવ થતાં ઘાસચારાની અછત ઉભી થવાની ભીંતિ સેવાઈ રહી છે.






