બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

બનાસકાંઠામાં વરસાદી અસર બાદ તંત્ર એક્શન મોડમાં
જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા યુ.જી.વી.સી.એલ પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 9 સપ્ટેમ્બર 2025ના સવારના 10 વાગ્યા સુધી 297 અસરગ્રસ્ત વિસ્તાર પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. બાકીના 164 ગામડાઓમાં વીજ પુરવઠાને કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છે.







