GEN-Z પ્રાયોજિત અભૂતપૂર્વ આંદોલનને પગલે નેપાળ સળગી રહ્યું છે.નેપાળમાં વ્યાપક હિંસા વચ્ચે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ફસાયા છે.ગુજરાતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા હોવાના અહેવાલો વચ્ચે આવા લોકોના પરિવારોને રાહત આપતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી છે..
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લખ્યું છે કે નેપાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત પરત લાવવા ગુજરાતનું તંત્ર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પોસ્ટ
“નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.”
નેપાળમાં ભારતીય દુતાવાસના નંબર જારી કરાયા
હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
+977 – 980 860 2881
+977 – 981 032 6134