Home Gujarat Kautch 35 Camel Rescue Opreation

કચ્છમાં અનોખુ રેસ્ક્યૂ ઓપરેશન કરાયું : Video; રાપરના ઉમૈયા ગામે 35 ઊંટને બચાવવામાં આવ્યા

કચ્છમાં અનોખુ રેસ્ક્યૂ ઓપરેશન કરાયું
Published by: OBS Bureau
Last Updated: Sep 09, 2025, 10:16 AM IST

ગત દિવસોમાં દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. જેના કરાને અનેક વિસ્તારોમાં લોકો ફસાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવે છે. હાલમાં જ બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે કચ્છમાં જબરસ્ત રેકસ્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

વાસ્તવમાં, કચ્છ-રાપરના ઉમૈયા ગામે સતત વરસાદના પાણી ભરાઈ ગયું હતું. છેલ્લા 72 કલાકમાં 20 ફૂટ પાણીમાં 35 ઊંટ ફસાઈ ગયા હતા. જેમને રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે સોનલવા સરાણ ડેમમા ભારે વધારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. આ ભારે પ્રવાહમાં 35 ઊંટ ફસાઈ ગયા હતા. તેમણે રાજપુતવાસ યુવા ગ્રુપ તેમજ સમસ્ત ગામના 50 - 60 લોકોએ ભેગા મળીને સતત ચાર કલાકની મહેનત બાદ સફળ રેકયું કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now