ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જે સત્રના બીજા દિવસે સત્રમાં કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ઘેડ વિસ્તારના પૂર મુદ્દે પ્રશ્ન કર્યો હતો. જેનો જવાબ પણ સરકારે આપ્યો હતો.
''...વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રીમ તબક્કામાં છે''
કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, 'આજે સત્રમાં પ્રશ્નોત્તરીકાળમાં મારા એક પ્રશ્નોનાનાં જવાબમાં રાજ્ય સરકારે મને માહિતી આપી છે કે, ઘેડ વિકાસ યોજના માટે 1530 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી મળેલી છે. સૌરઠી ઘેડને 1184.8 કરોડની જ્યારે બરડા ઘેડ માટે રૂપિયા 350 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જે પૈકી 139.75 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. બાકીના કામોને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રીમ તબક્કામાં છે. જે કામને 15થી 20 દિવસમાં મંજૂરી મળી જશે.
'ચોમાસામાં પૂર લાંબા સમય રહે છે'
ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, ''રાજ્યના બધાના લોકો જાણે છે કે, ઘેડ એ એક વિશિષ્ટ ભૌગોલિક વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. જેમાં પોરબંદર, જૂનાગઢ અને દ્વારકાના પાંચ તાલુકાનો સમાવેશ થાય છે. જ્યાં ચોમાસા દરમિયાન પૂર આવે છે અને ચોમાસામાં પૂર લાંબા સમય રહે છે ત્યારે ભારે નુકસાન થાય છે. ત્યારે આ સંદર્ભે 2023માં ઘેડ વિસ્તારમાં નિરક્ષણ કર્યું હતું. આ મુદ્દે તે સમય રજૂઆત કરી હતી. તે વખતે મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી હતી, ત્યારે આના નિરાકરણ મામલે એક કંપનીને અહેવાલ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેનો પણ અહેવાલ સામે આવી ગયો છે.
''મુખ્મંત્રીએ ખાતરી આપી હતી કે...''
તેમણે કહ્યું કે, 'ઘેડની એવી પરિસ્થિતિ છે કે ત્યાં પાણી જલ્દી ઓસર્તું નથી અને પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ થાય છે. ત્યારે મુખ્મંત્રીએ ખાતરી આપી હતી કે, ઘેડમાં ઘણા કામો થયા છે પણ ટેકનિકલી રીતે અભ્યાસ કરી પાણી ન ભરાય તેવી રીતે કામગીરી કરવામાં આવશે'