નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતા. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે.
હકીકતમાં, ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થયો હોવાથી થોડી રાહત સમાચાર સામે આવ્યા છે. ઓછા વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે. 11 કલાકથી ડેમના વધુ 5 દરવાજા બંધ કરવામાં આવશે. હવે માત્ર 5 દરવાજા 1.25 મીટર ખોલી 50,000 ક્યુસેક અને પાવરહાઉસમાંથી 45,000 મળી કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.
નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો
રંગબે રંગી લાઇટિંગ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. સરદાર સરોવરને લાઈટીંગ શણગારવામાં આવ્યો હતો. વિવિધ રંગોની લાઈટથી ડેમ મનમોહક લાગી રહ્યો હતો. ડેમના પાણી પર તિરંગા રંગથી રંગવામાં આવ્યો હતો. સરદાર સરોવર ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો. ડેમના સુંદર નજારાને માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી હતી.
પ્રવાસીઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી
નર્મદા ડેમના મેનેજમેન્ટે પ્રવાસીઓ માટે સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ડેમના નજારો માણવા આવતા લોકો માટે સાંજના સમયે ડેમ પર લાઈટિંગ જોવા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું.






