logo-img
Ahmedabad Rural Court Issues Arrest Warrant Against Hardik Patel

ધારાસભ્ય હાર્દિક પટેલ જશે જેલ? : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇશ્યુ કર્યુ ધરપકડ વોરંટ, 2018 નો કેસ

ધારાસભ્ય હાર્દિક પટેલ જશે જેલ?
Published by: Offbeat Team
| Last Updated: Sep 10, 2025, 10:30 AM IST

વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનનું મુખ્ય ચહેરો હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં PAAS આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસને લઈ ગુનો નોંધાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો

નિકોલ પોલીસ મથકમાં ગુનોં નોંધાયો હતો

વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. જે કેસમાં કોર્ટમાં વારંવાર હાજર ન રહેવા કારણે કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. 2018માં નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો.

ચાર્જ ફ્રેમના સ્ટેજ પર કેસ છે

આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો, ત્યારે આ કેસમાં અત્યારે આરોપી પર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતાં હોવાથી વર્તમાનના વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે.

હાર્દિક સત્રમાં સવાલ પૂછતા હતા ને આવ્યા વોરંટના સમાચાર

અત્રે જણાવીએ કે, અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સત્રમાં પ્રશ્નોતરી કાળમાં હાર્દિક પટેલ જ્યારે પ્રશ્નો પૂછી રહ્યાં હતા ત્યારે હાર્કિદ પટેલના વારંટના સમાચાર સામે આવ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now