GEN-Z in Nepal: નેપાળમાં GEN-Z પ્રાયોજિત આંદોલનથી નેપાળ સળગી રહ્યું છે. નેપાળમાં વ્યાપક હિંસા વચ્ચે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ફસાયા છે. ત્યારે ગુજરાતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા હોવાની વિગતો સામે આવી છે., જો કે, તમામને પરત લાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પ્રયત્નો પણ હાથ ધર્યા છે. જ્યાં અમદાવાદ અને ભાવનગરના કેટલાક લોકો ફસાયાની વિગતો સામે આવી છે.
37 લોકો ટૂરમાં ફરવા ગયા હતા
વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતા 3 અલગ અલગ પરિવારના 9 લોકો એક સાથે નેપાળ ફરવા ગયા હતા. નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના 9 લોકો ફસાયા છે. અત્રે જણાવીએ કે, નેપાળમાં કુલ 37 લોકો ટૂરમાં ફરવા ગયા હોવાથી ફસાયા છે. પ્રયોસાટૂર માંથી નેપાળ ગયા હતા. કાટમાંડુ, મુક્તિ ધામ અને નેપાળ માટે 1 સપ્ટેમ્બરે ફરવા નીકળ્યા હતા. જો કે, બસમાં ટૂરમાં ગયા હતા. જેઓ 12 તારીખે પાછા ફરવાના હતા, અત્યારે ૩ પરિવારના 9 સભ્યો નેપાળમાં ફસાયેલા છે.
ફસાયેલા અમદાવાદી લોકોના નામ
મહેશભાઈ પટેલ
જશુભાઈ પટેલ
ચીમનભાઈ પંચાલ
મધુ બેન પંચાલ
જસ્સી બેન પટેલ
અંજના બેન પટેલ
નૈના બેન પટેલ
રમેશ ભાઈ પટેલ
વસંતી બેન પટેલ
ભાવનગરના 40થી વધુ લોકો નેપાળમાં ફસાયા
નેપાળમાં થયેલા તોફાનમાં ભાવનગરના 40થી વધુ લોકો ફસાયા છે. હાલમાં ખુબજ તોફાન અને ઉથલ પાથલ ચાલી રહી છે ત્યારે જ્યાં શ્રધ્ધાળુ પણ ફસાયા છે. જે બાબતની જાણ સ્થાનિક કોર્પોરેટર ને થતા તમામ ફસાયેલના ખબર અંતર પૂછ્યા હતા. કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ દ્વારા તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને જાણ કરી હતી. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા ફસાયેલ તમામ લોકો ને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું હતું. ફસાયેલ લોકોને ફોન ઉપર વાત કરી અને મુખ્યમંત્રીને જાણ કરી ભારત સરકારને માહિતગાર કરીને ઝડપથી સૌને આફતમાંથી બહાર નિકળી જવાની હૈયાધારણા આપી હતી.
હેલ્પલાઇન નંબર
હાલમાં નેપાળ - કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો તથા અરાજકતાની સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 079-27560511 જાહેર કરાયો છે.
અમદાવાદ જિલ્લાના કોઈપણ નાગરિકો હાલ નેપાળ દેશના પ્રવાસે હોય, તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઇન નંબર પણ જાણ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત નેપાળ-કાઠમંડુ ખાતે રહેલ/ફસાયેલ કોઈ ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીનાં નીચેની વિગતોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા નિવાસી અધિક કલેક્ટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર - અમદાવાદ. :- 079 - 27560511
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર - ગાંધીનગર :- 079 - 23251900/902/914
ભારતીય દૂતાવાસ, કાઠમંડુ - નેપાળ :- +977 - 980 860 2881, +977 - 981 032 6134