Dudhdhara Dairy Election : ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી હવે મોટા રાજકીય નાટકનું કેન્દ્ર બની ગયું છે. ખાસ કરીને ભાજપમાં મેન્ડેટને લઈને ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું છે તેવા ઉમેદવારો સામે ભાજપના લોકોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા છે,એટલે કે, પક્ષના કેટલાક નેતાઓએ મેન્ડેટના નિર્ણય સામે બળવો કર્યો છે.
દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ઘર્ષણ
અરુણસિંહ રણા, જે કે ભાજપ ધારાસભ્ય છે, તેમણે ભાજપના અધિકૃત મેન્ડેટ વિરુદ્ધ 12 ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે. પક્ષના આંતરિક નિયમો પ્રમાણે જે ઉમેદવારને પક્ષનો અધિકૃત ટેકો મેન્ડેટ નથી મળ્યો, તેઓએ ઉમેદવારી પરત ખેંચે તે માટે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. પરિણામે આ ઉમેદવારો હજુ પણ રેસમાં છે. પ્રદેશ ભાજપના આગેવાનો તમામ પ્રયાસો કર્યા હતાં કે, પક્ષના મેન્ડેટને સર્વોપરી માનવો જોઈએ. ઘનશ્યામ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, "અમે ભાજપના મેન્ડેટને સર્વોપરી માન્યું છે." બીજી તરફ ધારાસભ્ય અરુણસિંહ રણાએ જાહેર કર્યું કે, "ભાજપનો મેન્ડેટ ન મળવા છતાં અમે ચૂંટણી લડીશું." આ વાતે સ્પષ્ટ થાય છે કે પાર્ટી અંદર આંતરિક મતભેદો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે.
1 બેઠક બિનહરીફ
ભૂતકાળમાં અમુલ ડેરીની ચૂંટણી દરમિયાન પણ શિસ્તભંગ કરવા બદલ પક્ષે કડક કાર્યવાહી પણ કરી હતી. હવે જો કે એ જ રીતે અહીં લાગુ પડે તો ધારાસભ્ય અરુણસિંહ રણા અને તેમના ઉમેદવારો પર પણ શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા ઊભી થાય છે. ચૂંટણી પ્રક્રિયા મુજબ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે કુલ 21 ફોર્મ પરત ખેંચાયા છે, અને 1 બેઠક બિનહરીફ રહી છે. હવે 19 સપ્ટેમ્બરના રોજ
14 બેઠકો માટે મતદાન યોજાવાનું છે.
અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યા
તો બીજી તરફ વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું છે. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે.