logo-img
Statement By Spokesperson Minister Rushikesh Patel On The Issue Of Gujaratis Stranded In Nepal

'ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પુરતા પ્રયાસ કર્યા' : નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?

'ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પુરતા પ્રયાસ કર્યા'
Published by: Offbeat Team
| Last Updated: Sep 10, 2025, 04:59 AM IST

નેપાળમાં GEN-Z પ્રાયોજિત આંદોલનથી નેપાળ સળગી રહ્યું છે. નેપાળમાં વ્યાપક હિંસા વચ્ચે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ફસાયા છે. ત્યારે ગુજરાતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા હોવાની વિગતો સામે આવતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેમના પરત લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

'ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પુરતા પ્રયાસ કર્યા'

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, નેપાળની ઘટનાની જાણકારી મળતા જ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિદ્યાર્થીઓ-નાગરિકોને પ્રવાસીઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી છે. જે સહીસલામત છે કે કેમ તેમજ તેની માહિતી અને વિગતો માટે તાત્કાલિક કેન્દ્ર સરકાનો સંપર્ક સાંધ્યો છે. આ બાબતનો આશ્વાસન આપ્યો છે કે, ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પુરતા પ્રયાસ કર્યા છે. કેટલા ગુજરાતીઓ ત્યાં છે જેનો ચોક્કસ આંકડો નથી પરંતુ જે પણ હશે તેમને રિપોર્ટ મળશે ત્યારે ચોક્કસ આંકડો રજૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પોસ્ટ

“નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.”

નેપાળમાં ભારતીય દુતાવાસના નંબર જારી કરાયા

હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

+977 – 980 860 2881

+977 – 981 032 6134

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now