લુણાવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે હકીકતમાં એક શખ્સે પોતાના ઘરમાં વૃદ્ધ માતા-પિતાની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પિતાનું કમકમાટીભર્યું મોત થયું છે, ત્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનામાં હુમલો કરનાર પુત્રને પણ હાથે ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
જૂની પોસ્ટ ઓફિસ પાસેનો બનાવ
મળતી માહિતી અનુસાર, લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ હુમલો કરનાર બાલકૃષ્ણ સુથાર પહેલા શેરબજારની ઓફિસ ચલાવતા હતો, ત્યારે તે છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. તેમના પિતા હસમુખલાલ સુથાર કપડાં સીવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા. ત્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે. માતા-પિતા પર કાળ બનીને ત્રાટક્યો
સવારે બાલકૃષ્ણે તીક્ષ્ણ હથિયાર વડે માતા અને પિતાની ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા હસમુખલાલના ગળા પર હુમલો કરવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. ત્યારે તેની માતા ચંદ્રિકાબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ બાલકૃષ્ણે પોતે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘરનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ બંને તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલ ચંદ્રિકાબેન અને બાલકૃષ્ણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે બંનેને ગોધરા રીફર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ ચાલુ
પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની પાછળના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.