રાજ્યમાં ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બની છે. બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં મોત થયા છે. બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે એક પૂરપાટે ઝડપે આવતા કારે બાઈક સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં.
પરિજનોમાં શોકનું મોજુ
અત્રે જણાવીએ કે, ઘટનાની જાણ થતાંની સાથે લોકોનાં ટોળે ટોળા ઊમટયાં હતાં તેમજ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના તમામ ત્રણ સભ્યનાં મોતથી પરિવારનો માળો વિખેરાયો છે, પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર પંથકમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે, કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
મૃતકોનાં નામ
યોગેશ લુજાભાઈ વસૈયા - પતિ (ઉં. 31)
નિરુબેન યોગેશભાઈ વસૈયા - પત્ની (ઉં. 23)
આરવકુમાર યોગેશભાઈ વસૈયા - પુત્ર (ઉં.7)






