logo-img
Rainy Weather Will Continue In Gujarat Till September 14

14 સપ્ટેમ્બર સુધી રહેશે ગુજરાતમાં વરસાદી માહોલ : 3 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

14 સપ્ટેમ્બર સુધી રહેશે ગુજરાતમાં વરસાદી માહોલ
Published by: Offbeat Team
| Last Updated: Sep 11, 2025, 04:46 AM IST

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 5-6 દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. એટલે કે 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

દરિયાકાંઠે પવનની ચેતવણી

  • દરિયાકાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

  • આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મહત્તમ તાપમાન (આજે)

  • 32°C : અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, ખેડા, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ, વડોદરા

  • 34°C : સુરેન્દ્રનગર

  • 30°C : દહોદ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ

ન્યૂનતમ તાપમાન (આજે)

  • 24°C : અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મોરબી, મહેસાણા, નર્મદા, પાટણ, રાજકોટ

  • 23°C : અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ

આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ અને ઠંડકભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now