logo-img
Patan Shankar Chaudhary Reached The Affected Area

પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા શંકર ચૌધરી : વહીવટી તંત્ર સાથે યોજી રિવ્યૂ બેઠક

પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા શંકર ચૌધરી
Published by: Offbeat Team
| Last Updated: Sep 11, 2025, 12:10 PM IST

પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જે પરિસ્થિતિને વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાધનપુરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાધનપુરના સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ કરી વધુ વરસાદના કારણે થયેલા નુકસાનને લઇ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા શંકર ચૌધરી

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વધુ પડતા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. જે ઉપરાંત જે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં મદદ પહોંચે તે માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી હતી.

"હિંમત રાખજો અમે તમારી સાથે છીએ"

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ અને યોજાયેલી રીવ્યુ બેઠકમાં સ્થાનિક પદાધિકારી અને સ્થાનિકો જોડાયા હતા. તેઓએ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓ મરણ તેમજ તણાયા હતા તે અંગેની રજૂઆત કરી હતી. ઉપરાંત આ રિવ્યૂ બેઠકમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોને ઘરવખરીને નુકશાન અંગેની રજૂઆત કરી હતી. અધ્યક્ષએ રાધનપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેનો કાયમી ઉકેલ માટે અધિકારીને તાકીદ કરી હતી. વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવતા અધ્યક્ષએ લોકોને આ કપરી પરિસ્થિતિમાં હૂંફ આપી હતી કે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ.

વિકટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે

વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરીએ પુરગ્રસ્ત સાંતલપુર તાલુકાઓના ગામડાની મુલાકાત લીધી હતી. ભારે વરસાદના લીધે સાંતલપુર તાલુકાના નલિયા ગામે પૂર માં અવસાન પામેલ પરિવારજનો મળીને સાંત્વના પાઠવી હતી. દુઃખદ ઘટના બનવાના લીધે અધ્યક્ષ દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને હૂંફ આપવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષ દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓને આ વિકટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now