અમદાવાદના નિકોલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો છે. XUV કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનચાલકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર
બંન્ને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાચાલક ફંગોળાઈ ગયો હતો. જ્યારે કારચાલકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ સાથે જ પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અને બેફામ વાહન ચલાવતા લોકોની બેદરકારી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. બેફામ વાહન ચલાવતા લોકો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડે અત્યંત જરૂરી.....