અમદાવાદમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે. પોલીસની જાણે ડર ન હોય તેમ લુખ્ખા તત્વો ખુલ્લી બજારમાં ચપ્પા વડે હુમલો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચપ્પા વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી.
ગોમતીપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો
રાત્રે યુવક અમરાઈવાડી થી એક્ટિવા પર તેના મિત્રને મૂકીને આવતો હતો. તે દરિમયાન 30 નંબરના દવાખાન પાસે બે યુવકોએ તેને રોકી તારી રાહ જોતા હતા તેવું કહ્યું, યુવકના માથા પર ચપ્પા વડે હુમલો કર્યો હતો.આરોપીઓેએ યુવકને માથા પર ચપ્પા મારતા લોહી નિકળવા લાગ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.