જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓનો પણ ખડકલો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલ પણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે આવ્યા છે.
રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે
કોંગ્રેસનના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના શહેર- જિલ્લા પ્રમુખઓ માટે જૂનાગઢ ખાતે 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર 2025 પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેઓ કેશોદ અરપોર્ટથી પ્રેરણા ધામ આશ્રમ, ભવનાતથ તળેટી, જૂનાગઢ કોંગ્રેસ શિબિરમાં હાજરી આપશે.
રાહુલ ગાંધીના ગુજરાતમાં વધ્યા આટા-ફેરા
7 અને 8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો
8 અને 9 એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી
15 અને 16 એપ્રિલ અમદાવાદ અને મોડાસા - સગંઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો
26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.
આજે ફરી ગુજરાત પ્રવાસે