અમદાવાદના રામોલમાં ખંડણી અને અપહરણના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. આરોપી સંગ્રામસિંહ શિકરવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ની રિવોલ્વર છીનવી લેતા અન્ય અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી. અત્રે જણાવીએ કે, રામોલમાં જમીન દલાલનું અપહરણ કરી 52 લાખથી વધુની લૂંટ કરનાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોતાની કસ્ટડીમાં લેવા રામોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે બાદ આ ઘટનાક્રમ સર્જાયો હતો.
પોલીસે ફાયરિંગ કરી
અત્રે જણાવીએ કે, આરોપી પર પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી. જેમાં આરોપી સંગ્રામસિંહ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી સંગ્રામસિંહ રીઢો ગુનેગાર છે, તેમના ઉપર હત્યાં, લૂંટ અપહરણ અને અન્ય અસંખ્ય ગુનાઓ દાખલ થયેલા છે
સંગ્રામસિંહે PIની રિવોલ્વર છીનવતા પોલીસે કર્યું ફાયરિંગ
અત્રે જણાવીએ કે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગ્રામસિંહ તેના સાગરીતોએ અપહરણ કરીને 52 લાખ રૂપિયાની ખંડણીને રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જેની રામોલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે મોડીરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંગ્રામસિંહ સહિતના આરોપીની કસ્ટડી લેવા માટે રામોલ પોલીસ સ્ટશને ગઈ હતી. ત્યારે આરોપીને લઈ જતા આરોપી સંગ્રામસિંહએ ક્રાઈમ બ્રાન્ચના PIની રિવોલ્વર છીનવી હતી ત્યારે હાજર અન્ય પોલીસ કર્મચારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી.
આરોપી પર ગંભીર ગુનો દાખલ થયેલા છે
અમદાવાદના વસ્ત્રાલના રહેવાસી અને મૂળ ગ્વાલિયર, એમ.પી.ના રહેવાસી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર સામે કુલ 9 ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં હિંસક ગુનાઓ, ટોળા દ્વારા હિંસા અને ખંડણી (IPC 143–149, 385, 386) તેમજ હત્યા IPC 302, હત્યાનો પ્રયાસ IPC 307, અપહરણ IPC 365 જેવા ગંભીર ગુનાઓ અને દારૂબંધી કાયદા અને જીપી એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી અને હિંસક સ્વભાવ માટે કુખ્યાત છે અને અનેક હત્યાના બનાવો માટે પણ જવાબદાર છે.