સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં રોડની બાજુની સાઈડ પર કોઈ અજાણી વ્યક્તિનું માથું મળવાથી ચકચાર મચી જવા પામ્યો છે.
સુરતના લસકાણા વિસ્તારના એક રોડની સાઈડ પર કોઇક અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર વિસ્તારમાં આશ્ચર્યનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઘટના સ્થળે પહોંચી આવી છે.
લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે માથું કોણ ફેંકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી છે.