સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ અમદાવાદ સ્થિત એક ખાનગી કંપની, તેના ત્રણ ડિરેક્ટરો, અજાણ્યા જાહેર સેવકો અને અન્ય વ્યક્તિઓ સામે રૂ. 121.60 કરોડની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
કેસની શરૂઆત
બેંક ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે 08 સપ્ટેમ્બર, 2025ના રોજ સીબીઆઈએ આ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, કંપનીના ડિરેક્ટરોએ બેંકના અજાણ્યા અધિકારીઓ સાથે મળી સુનિયોજિત કાવતરું ઘડી અપ્રમાણિક ઇરાદાથી બેંકને નુકસાન પહોંચાડ્યું હતું.
સીબીઆઈની તપાસ અને દરોડા
સીબીઆઈએ 10 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મહત્વપૂર્ણ ગુનાહિત દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હાલ કેસની વિગતવાર તપાસ ચાલી રહી છે.
આરોપીઓના નામ
મેસર્સ. અનિલ બાયોપ્લસ લિમિટેડ
અમોલ શ્રીપાલ શેઠ (સંપૂર્ણ સમય ડિરેક્ટર)
દર્શન મહેતા (સંપૂર્ણ સમય ડિરેક્ટર)
નલિન ઠાકુર (નિર્દેશક)
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે આર્થિક છેતરપિંડીના કેસમાં વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.