વિશ્વ વિખ્યાત અમૂલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીના મહા મુકાબલાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપે મેડેન્ટ સભ્યોએ સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી લીધી છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લી.ના નિયામક મંડળની 12 તેમજ વ્યક્તિગત બેઠકની એક બેઠક માટે ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે.
મતદાર વિભાગ આણંદ-1નું ચૂંટણી પરિણામ
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ, આણંદ એટલે કે, અમૂલ ડેરીના નિયમક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં કાન્તીભાઈ સોઢા પરમાર (ભગત)ને 79 મત મળ્યા છે. જ્યારે સોલંકી અશોકભાઈ કિશનભાઈને 1 મત મળ્યો જ્યારે ભરત ચંદુ સોંલકીને 28 મત મળ્યા છે. ત્યારે કાંન્તી સોઢાનો વિજય થયો છે.
જાણો કઈ બેઠક પર કોની જીત થઈ?
આણંદ બેઠકમાં કાન્તીભાઇ સોઢા પરમારની જીત થઇ
બોરસર બેઠકમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમારની જીત થઇ
ખંભાત બેઠક પર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારમી જીત થઇ
આણંદ બેઠક પર વિજયકુમાર ફુલાભાઇ પટેલની જીત થઇ
પેટલાદ બેઠક પર બીનાબેન તેજસકુમાર પટેલની જીત થઇ
નડીઆદ બેઠક પર વિપુલભાઇ કાન્તિભાઇ પટેલની જીત થઇ
કઠલાલ બેઠક પર ઘેલાભાઇ માનસિંહ ઝાલાની જીત થઇ
કપજવંજ બેઠક પર ભુરાભાઇ લક્ષ્મણભાઇ સોલંકીની જીત
માતર બેઠક પર ભગવતસિંહ કાળીદાસ પરમારની જીત થઇ
3 બોરસદ મતદાર મંડળમાં કોનો વિજય થયો
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ, આણંદ એટલે કે, અમૂલ ડેરીના (મતદાર વિભાગ-1) 3 બોરસદ મતદાર મંડળમાં ગુલાબસિંહ પઢિયારને 40 મત મળ્યા છે, જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને 45 મત મળ્યા છે. અત્રે જણાવીએ કે, કુલ માન્ય 92 મત હતા જ્યારે 1 અમાન્ય મત રહ્યો હતો. અહીં રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે.
3 બોરસદ મતદાર મંડળમાં કોનો વિજય થયો
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ, આણંદ એટલે કે, અમૂલ ડેરીના (મતદાર વિભાગ-1) 3 બોરસદ મતદાર મંડળમાં ગુલાબસિંહ પઢિયારને 40 મત મળ્યા છે, જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને 45 મત મળ્યા છે. અત્રે જણાવીએ કે, કુલ માન્ય 92 મત હતા જ્યારે 1 અમાન્ય મત રહ્યો હતો. અહીં રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે.
ખંભાત બેઠકનું ચૂંટણી પરિણામ
રાજેન્દ્ર પરમારને 84 મત મળ્યા જ્યારે ગોવિંદ ભરવાડને 19 મત મળ્યા છે. ત્યારે રાજેન્દ્ર પરમારનો વિજય થયો છે.
મતદાર વિભાગ-2માં સભાસદ મતદાર મંડળ
રણજીત પટેલને 3 મત મળ્યા છે જ્યારે વિજયકુમારને 4 મત મળ્યા છે. ત્યાપે વિજય પટેલનો વિજય થયો છે.
પેટલાદ બેઠક
રશિમબેન જાદવને 5 મત મળ્યા જ્યારે બીનાબેન પટેલને 83 મત મળ્યા છે.
નડીયાદ બેઠક ચૂંટણી પરિણામ
વિપુલ પટેલને 83 મત મળ્યા છે જ્યારે મંગળ પરમારને 23 મત મળ્યા છે. ત્યારે વિપુલ પટેલનો વિજય થયો છે.
કઠલાલ બેઠક
ઘેલા ઝાલાને 73 મત મળ્યા જ્યારે જ્યેન્દ્ર ઠાકોરને 25 મત મળ્યા છે.
કપડવંડ બેઠક
પટેલ ધવલને 50 મત મળ્યા જ્યારે શારદા પટેલને 1 અને ભુરા લક્ષ્મણ સોલંકીને 61 મત મળ્યા છે.
મતદાર વિભાગ-1માં માતર બેઠક ચૂંટણી પરિણામ
પટેલ સંજયને 16 મત મળ્યા છે જ્યારે ભગવતસિંહ પરમારને 53 મત મળ્યા છે તો સોલંકી કેસરીસિંહને 18 મત મળ્યા છે.