સુરત પોલીસ દ્વારા પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો પકડવામાં આવ્યો છે. ઝોન-1 LCB પોલીસની ટીમે દરોડા પાડીને 315 કિલોગ્રામ નકલી પનીર ઝડપ્યું છે. આ મામલે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં પુણાગામ સીતાનગર ચોકડી પીર ફળિયાની સામે આવેલા ક્રિષ્ના નગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ઝોન-1 એલસીબી પોલીસની ટીમે રેઇડ કરી હતી. આ રેડમાં પોલીસે પંકજ ભૂતને ઝડપી પાડ્યો છે. અહીંથી LCB ઝોન-1 પોલીસે મનપાની ટિમ સાથે રાખીને 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
DCP આલોક કુમારએ જણાવ્યું હતું કે "પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાનગર ચોકડીની સામે ક્રિષ્ના નગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અમને બાતમી મળી હતી કે નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવે છે અને ત્યાંથી મોકલવામાં આવી રહ્યો છે."
પોલીસે કેટલા સમયથી અને કોને પનીર વેંચાઈ રહ્યું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.