2018ના કેસમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે 10 સપ્ટેમ્બરે બુધવારે પહેલું ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જોકે, હાર્દિક પટેલ છતાં હજાર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે 12 સપ્ટેમ્બરે શુક્રવારે બીજું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. અત્રે જણાવીએ કે, કોર્ટની મુદ્દતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા એક બાદ એક એમ બે વોરંટ કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં PAAS આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસને લઈ ગુનો નોંધાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો
નિકોલ પોલીસ મથકમાં ગુનોં નોંધાયો હતો
વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. જે કેસમાં કોર્ટમાં વારંવાર હાજર ન રહેવા કારણે કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. 2018માં નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો.
ચાર્જ ફ્રેમના સ્ટેજ પર કેસ છે
આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો, ત્યારે આ કેસમાં અત્યારે આરોપી પર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતાં હોવાથી વર્તમાનના વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે.