ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ થઈ છે ત્યારે રાહુલ ગાંધીના પણ આંટાફેરા વધ્યા છે. કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન' અંતર્ગત ગુજરાત કોંગ્રેસના શહેર - જિલ્લા પ્રમુખઓ માટે જુનાગઢ ખાતે 10 સપ્ટેમ્બર, 2025થી 19 સપ્ટેમ્બર, 2025 સુધીના પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેવા માટે ગુજરાત આવવાના હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે આવી શકશે નહી, ત્યારે તેઓ આવતીકાલે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
કોંગ્રેસને ફળશે પ્રશિક્ષણ શિબિર?
ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ વચ્ચે કોંગ્રેસ માટે સ્થિતિ ઘણી પડકારજનક છે. એટલે રાહુલ ગાંધીના વધતા પ્રવાસો અને પ્રશિક્ષણ શિબિરોને પાર્ટીની નવી રણનીતિ મળી પણ શકે. જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ લોકો વચ્ચે વિશ્વાસ ઉભું કરી શકે, બૂથ લેવલ પર કાર્યકર્તાઓને એકજૂટ કરી શકે, તો આ શિબિરો લાંબા ગાળે લાભદાયી બની શકે છે. અત્યાર સુધીની રાજકીય હલચલ અને રાહુલ ગાંધીના આટા-ફેરા જોતા લાગી શકે છે કે કોંગ્રેસ હાલ આળસ મરોડીને નવી ઊર્જા સાથે મેદાનમાં જવાની તૈયારીમાં છે. હવે જોવાનું એ રહેશે કે શું આ પ્રયાસો માત્ર શિબિર સુધી સીમિત રહે છે કે વાસ્તવમાં ચૂંટણીમાં મતરૂપાંતર જોવા મળશે.
રાહુલ ગાંધીના ગુજરાતમાં વધ્યા આટા-ફેરા
7 અને 8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો
8 અને 9 એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી
15 અને 16 એપ્રિલ અમદાવાદ અને મોડાસા - સગંઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો
26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.
12 સપ્ટેમ્બર 2025 -જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર
18 સપ્ટેમ્બર 2025 - કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર (આવવાનું રદ થુયું)