Gandhinagar Mock Drill : ગાંધીનગરમાં આયોજિત વિશાળ મૉકડ્રીલનું ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાની કસોટી કરવા NDMA અને GSDMAના માર્ગદર્શનમાં આ ડ્રીલ યોજાઈ હતી.
સંબંધિત વિભાગોએ રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કર્યું
ડ્રીલ દરમિયાન પોલીસ, ફાયર, 108 એમ્બ્યુલન્સ, NDRF–SDRF, હોમગાર્ડ્સ, તેમજ સંબંધિત વિભાગોએ રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કર્યું જે તે સ્થળો એ પ્રદશન કર્યું હતું. કેમિકલ લીક, આગ અને પબ્લિક સેફ્ટી જેવી એમરજન્સી પરિસ્થિતિઓનુ મોડલ બનાવી તાત્કાલિક પ્રતિસાદની ચકાસણી થઈ.
અસરકારક કામગીરી કરવા ટીમો સજ્જ
SEOC મારફતે સમગ્ર ડ્રિલનું લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યું, જેમાં ટીમ-સમન્વય, સંચાર વ્યવસ્થા, સાઇરન સિસ્ટમ અને રેસ્ક્યુ ક્ષમતા જેવી પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારીઓનું કહેવું છે કે આવી મૉકડ્રિલો દ્વારા રાજ્યની આપત્તિ પ્રતિભાવ ક્ષમતા વધુ મજબૂત બને છે અને હકીકતની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી કરવા ટીમો સજ્જ બને છે.




















