Hazira to Pipavav become seaports: સુરત નજીક હજીરા અને અમરેલી જિલ્લાના પીપાવાવ બંદરોને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે ઇમિગ્રેશન સી-પોર્ટ તરીકે જાહેર કર્યા છે. આ સાથે જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે માન્ય સી-પોર્ટની સંખ્યા 4થી વધીને 6 થઈ ગઈ છે.
નવા ઉમેરાયેલા બે બંદરો
હજીરા પોર્ટ
પીપાવાવ પોર્ટ (અમરેલી)
આ બંને બંદરો પર હવે ઇમિગ્રેશન ચેકપોસ્ટ અને કસ્ટમ્સ ક્લિયરન્સની સંપૂર્ણ સુવિધા શરૂ થશે. કેન્દ્રએ Immigration and Foreigners Act, 2025 હેઠળના જૂના પરિપત્રમાં સુધારો કરીને આ બંનેને સી-પોર્ટની યાદીમાં સામેલ કર્યા છે.
ગુજરાતના હવે કુલ 6 સી-પોર્ટ
કંડલા
મુંદ્રા
ભાવનગર
અલંગ
હજીરા
પીપાવાવ
હજીરા અને પીપાવાવને હાલ કેટેગરી-2 એન્ટ્રી પોઇન્ટ તરીકે મંજૂરી મળી છે, જેનો અર્થ એ થયો કે શરૂઆતમાં મર્યાદિત સંખ્યામાં જ મુસાફરોને પ્રવેશ/નિકાસની છૂટ મળશે, પરંતુ ભવિષ્યમાં આને કેટેગરી-1 (પૂર્ણ આંતરરાષ્ટ્રીય સ્તરે) બનાવવાની તૈયારી છે.
ક્રુઝ ટુરિઝમને મળશે મોટો બુસ્ટ
આ નિર્ણયથી ગુજરાતમાંથી ક્રુઝ શિપ દ્વારા વિદેશ પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર જહાજોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને દુબઈ, સિંગાપોર, શ્રીલંકા, માલદીવ્સ તરફના ક્રુઝ રૂટ માટે ગુજરાત હવે વધુ આકર્ષક બનશે.
દેશમાં કુલ સી-પોર્ટની સંખ્યા 34
આ સાથે દેશભરમાં ઇમિગ્રેશન સુવિધા ધરાવતા સી-પોર્ટની સંખ્યા 34 થઈ છે, જેમાં મુંબઈ, ગોવા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પોર્ટ બ્લેયર વગેરેનો સમાવેશ થાય છે. આ પગલું ગુજરાતના સમુદ્રી પર્યટન અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને નવી ઊંચાઈએ લઈ જશે!




















