Deesa Suspicious Ghee : બનાસકાંઠાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી શંકાસ્પદ રીતે ચાલતી એક ઘીની ફેક્ટરી અંગે મળેલી માહિતીના આધારે આજે વહેલી સવારે SOGએ રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 500 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ફેક્ટરી લાંબા સમયથી ગેરરીતે ચલાવાતી હોવાનો પ્રાથમિક અંદાજ છે.
જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ફેક્ટરીમાં બનાવાતું ઘી ગુણવત્તાવાળું ન હોવાનો સંદેહ વારંવાર વ્યક્ત થતો હતો, પરંતુ કોઈ સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી નહોતી. ખાસ કરીને જિલ્લાનો ફૂડ વિભાગ આ સમગ્ર મામલે ઊંઘતો રહ્યો, જ્યારે SOG એ સચોટ માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને ફેક્ટરીના ભેળસેળીયો ધંધો જપ્ત કર્યો છે.
આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરાઈ
SOG દ્વારા ફેક્ટરીમાંથી મુદ્દામાલ જપ્ત કરીને તેની નમૂનાઓ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ ફેક્ટરી ચાલતા લોકો અને સંભાવિત આરોપીઓ અંગેની વિગતો મેળવવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. SOGના સૂત્રો અનુસાર આગળના કલાકો અને દિવસોમાં વધુ મુદ્દામાલ તથા આરોપીઓ અંગેની મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે. આ અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચકચાર મચી ગઈ છે




















