Home Gujarat Vadodara Blo Assistant Death Gujarat Sir

રાજ્યમાં SIR કામગીરીએ વધુ એક કર્મચારીનો જીવ લીધો : વડોદરામાં ફરજ દરમિયાન BLO સહાયક મહિલાનું મોત, મહિલા ITI માં નોકરી કરતા હતા

રાજ્યમાં SIR કામગીરીએ વધુ એક કર્મચારીનો જીવ લીધો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 22, 2025, 11:21 AM IST

Vadodara BLO Assistant Death: રાજ્યમાં SIR કામગીરીએ વધુ એક કર્મચારીનો જીવ લીધો. હકીકતમાં વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક મહિલા કામગીરી કરી રહ્યા હતા અત્યારે અચાનક ઢળી પડ્યા હતા, જેના કારણે તેમણે હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા છે.

ફરજ પર હતા ત્યારે અચાનક ઢળી પડ્યા

મળતી માહિતી મુજબ મૃતક મહિલા ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા. તે દરમ્યાન BLO સહાયક મહિલા અધિકારી અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

હાર્ટ એટેકની આશંકા

હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શુ પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now