logo-img
Vejalpur Pi Molestation Complaint 19 Year Old Girl Lift

વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ : લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં

વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 22, 2025, 11:27 AM IST

Ahmedabad Crime News: અમદાવાદમાં વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વર્તમાનમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા PI બરકત અલી ચાવડા વિરુદ્ધ છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર આરોપ લગાવ્યો છે કે, પોલીસ અધિકારીએ લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યા હતા.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીએ PI બરકત અલી ચાવડા પર આરોપ લાગ્યો છે કે, લિફ્ટ બંધ થતાં પોલીસ અધિકારીએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. બરકત અલી ચાવડાએ લિફ્ટ બંધ ધથ યુવતીના ખભા પર હાથ મૂકીને કર્યા હતા. આ આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર ઘટના દરમિયાન લિફ્ટ 6 મળે પહોંચી હતી, જ્યાં લિફ્ટમાં અન્ય લોકો આવતાની સાથે જ PI ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાથી યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી, પરંતુ તેને હિંમત બતાવીને તાત્કાલિક 181 'અભયમ' હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે PI બરકત અલી ચાવડા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે.

પીઆઈ અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા

બરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now