surat crime: સુરતના ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં મંગળવારે સાંજે એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં સસરાએ પોતાના જ જમાઈ પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી છે.
પોલીસ મુજબ, મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે, જે પોતાની પત્ની સાથે વારંવાર ઝઘડા કરતી હોવાથી બંને પરિવારમાં લાંબા સમયથી તણાવ ચાલતો હતો. આ ઝઘડાને કારણે આજ રોજ બંને પક્ષમાં ઉગ્ર બબાલ થઈ હતી. ઉગ્ર બબાલ બાદ ગુસ્સામાં આવી સસરાએ જમાઈ પર ચપ્પાના ઘા કરતા તેનો મોત નિપજ્યું હતું.
ઘટના બાદ ચોકબજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની આસપાસના CCTV તેમજ પરિવારજનોના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
એસીપી આર.આર. આહીરે જણાવ્યું કે આ મામલો ઘર કંકાસને કારણે થયેલી ગંભીર હત્યાનો છે અને આરોપીની ઝડપ માટે ટીમો કાર્યરત છે.




















