logo-img
Surat Physiotherapist Girl Jumps From 9th Floor Sarthana Death

સુરતમાં એક મહીલા ડોકટર લગાવી મોતની છલાંગ : 9મા માળે આવેલા કાફેમાંથી ફિઝિયો ડોક્ટર નીચે કૂદી, તાજેતરમાં જ થઈ હતી સગાઈ

સુરતમાં એક મહીલા ડોકટર લગાવી મોતની છલાંગ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 22, 2025, 11:40 AM IST

Physiotherapist Girl jumps from 9th floor: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા ફિઝિયોથેરાપી ડોકટરે 9માં મળેથી મોતની છલાંગ લગાવી છે. બુધવાર, 21 નવેમ્બરના સાંજે લગભગ 7:15 વાગ્યે સુરતના સરથાણા વિસ્તારની એક શોપિંગ બિલ્ડિંગના 9મા માળે આવેલ ‘ચાય પાર્ટનર કાફે’ માંથી ડોક્ટર રાધિકા કોટડિયાએ નીચે કૂદી જીવ ટૂંકાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.

ચલાવતી હતી પોતાનું ‘શ્રીજી ફિઝિયો ક્લિનિક’

મળતી માહિતી મુજબ રાધિકા કોટડિયા ફિઝિયોથેરાપી ક્ષેત્રે પ્રેક્ટિસ કરતી હતી અને સરથાણા જકાતનાકા નજીક આવેલા વિકાસ શોપર્સમાં પ્રથમ માળે પોતાનું ‘શ્રીજી ફિઝિયો ક્લિનિક’ ચલાવતી હતી. તેમના પિતા હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. રાધિકાના લગ્ન 19 ફેબ્રુઆરી 2026ના રોજ થવાના હતા અને તે પોતાના મંગેતર સાથે દરરોજ સવાર-સાંજ વાતો કરતી હોવાની ચર્ચા છે.

આપઘાતનું કારણ અકબંધ

આપઘાતની ઘટનાના સમયે પણ રાધિકા આ કેફેમાં પોતાના મંગેતર સાથે પહોંચેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે મંગેતર સાથેના કોઈક અણબનાવ અથવા વ્યક્તિગત તણાવને કારણે રાધિકાએ આ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને પોલીસ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે.

તાજેતરમાં જ સગાઈ થઈ હતી

પ્રાથમિક તપાસમાં જાણવા પણ મળ્યું છે કે રાધિકાની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. એકાએક આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને પરિવારજનોના નિવેદનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now