logo-img
Massive Fraud On American Citizens In The Name Of Fbi In Vadodara

વડોદરામાં FBI ના નામે અમેરિકન નાગરિકો સાથે મોટાપાયે છેતરપિંડી : સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા, બોગસ કોલ સેન્ટર ઝડપાયું

વડોદરામાં FBI ના નામે અમેરિકન નાગરિકો સાથે મોટાપાયે છેતરપિંડી
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 10:41 AM IST

Vadodara Cyber ​​Fraud Case : વડોદરા શહેરમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવી FBIના નામે છેતરપિંડી કરતી એક મોટી ગેંગને સાયબર ક્રાઇમ વિભાગે રંગેહાથ ઝડપી લીધી છે. ભેજાબાજો તલસટ ગામના 51 નંબરના વિંટેજ બંગલામાંથી બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા અને અમેરિકામાં રહેતા નાગરિકોને લાલચભર્યા મેસેજ મોકલી તેમને ઠગતા હતા. આ સમગ્ર રેકેટ દેશભરમાં ચાલી રહેલા અનેક સેન્ટરોની ઉઘરાણીનું કેન્દ્ર તરીકે વડોદરા કાર્યરત હતું. ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઇમના એસીપી દ્વારા ટીમ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાંથી ત્રણ આરોપીઓ અરુંણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેષ પંચાલની ધરપકડ કરવામાં આવી. સ્થળ પરથી મોટા પ્રમાણમાં ડિજિટલ પુરાવા, કમ્યુનિકેશન ડિવાઇસ અને ઉઘરાણી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા. હાલમાં ત્રણેય આરોપીઓને ચાર દિવસના રીમાન્ડ પર રાખવામાં આવ્યા છે.

FBIના નામે કરોડોની ઠગાઈનો પર્દાફાશ

પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આરોપીઓ વિદેશી નાગરિકોને આકર્ષક ટેક્સ્ટ મેસેજ મોકલતા હતા અને 30 ટકા કમિશનના બદલામાં ઝડપી લોન પાસ કરાવી આપવાનું કહેતા હતા. તેઓ અમેરિકાની બેંકોના ખાસ નિયમ—KYC પછી ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો રકમ પાછી ખેંચી શકાયનો દુરુપયોગ કરતા હતા. તેઓ ગ્રાહકોને પ્રીપેડ ઈન્વેસ્ટમેન્ટ કાર્ડમાં પૈસા જમા કરાવવા કહેતા અને ત્યારબાદ તે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરાવી આંગડિયા મારફતે ભારત મોકલતા. તપાસમાં ખુલ્યું કે આરોપીઓ 80–90 રૂપિયામાં વિદેશી નાગરિકોની વ્યક્તિગત માહિતી ખરીદતા અને તેને 100 રૂ. સુધીના દરે અન્ય ફ્રોડ નેટવર્કને વેચી દેતા. સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ ટેલીગ્રામ ગ્રુપ્સ મળ્યા છે જેમ કે—AK-47, Backup, Dollar Richies, Dollar, Mr Work, Super Salesman અને Ammu જે યુએસના નંબરોથી સંચાલિત હતા.

અમેરિકન નાગરિકો સાથે કરોડોની છેતરપિંડી

હાલ સુધી જાણી લેવા મળ્યું છે કે આશરે 80થી વધુ અમેરિકન નાગરિકો સાથે આ ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર ગોરખધંધો એટલો ગંભીર છે કે હવે સાયબર ક્રાઇમ વિભાગ આ કેસ અંગે FBIનું ધ્યાન દોરવા તૈયારીઓ કરી રહ્યું છે. વડોદરાની આ ગેરકાયદેસર કોલ સેન્ટરની કામગીરી ખુલ્લી પડી જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે, અને સાયબર ક્રાઇમ વિભાગ હવે વધુ આરોપીઓ અને નેટવર્કના સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now