logo-img
Union Home Minister Amit Shah On A Visit To Kutch

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના પ્રવાસે : BSF ના 61મા હીરક જયંતી કાર્યક્રમમાં હાજરી આપી, સીમા સુરક્ષાને લઈને કડક સંદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના પ્રવાસે
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 09:07 AM IST

BSF Foundation Day Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમણે BSFના સ્થાપના દિવસના 61મા હીરક જયંતી વર્ષના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં હાજર જવાનો, અધિકારીઓ અને જનસમૂહને સંબોધતા તેમણે BSFની ભૂમિકા અને દેશની સીમા સુરક્ષામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

ઘૂસણખોરોને રોકવા માટે BSF સજ્જ: ગૃહ મંત્રી અમિત શાહ

મંત્રી અમિત શાહે જણાવ્યું કે, 'BSF દેશની તમામ સીમાઓ પર તૈનાત રહી ઘૂસણખોરોને રોકવા માટે સદૈવ સજ્જ રહે છે. તેમણે કડક સંદેશ આપતા કહ્યું કે, “દેશની સીમા પર BSF તહેનાત છે, જ્યાં સુધી BSF છે, ત્યાં સુધી દુશ્મન દેશ એક ઈંચ પણ આગળ વધી નહીં શકે. એક-એક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢીશું.” કાર્યક્રમ દરમિયાન BSFના વીર જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરાયું, જેમાં જવાનોના શૌર્ય, શક્તિ અને સાહસનો સુંદર મેળ જોવા મળ્યો હતો. પરેડનું નિદર્શન જનસમૂહને મંત્રમુગ્ધ કરી ગયું હતું.

બાઇક વિંગનું સાહસી કરતબ

ખાસ કરીને મહિલા બાઇક વિંગ દ્વારા રજૂ કરાયેલા સાહસી કરતબ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો. બુલેટ બાઇક ઉપર દમદાર કરતબો દ્વારા મહિલા જવાનોએ સૌનું ધ્યાન ખેંચ્યું. એક જ બાઇક પર બે થી વધુ બાઈકરો દ્વારા કરવામાં આવેલા પરફોર્મન્સે જનસમૂહના દિલ જીતી લીધા. કુલ મળીને BSFના હીરક જયંતી કાર્યક્રમમાં દેશપ્રેમ, શૌર્ય અને રાષ્ટ્રસુરક્ષાનો ગૌરવમય સંદેશ પ્રસર્યો હતો, જ્યારે અમિત શાહનું સંબોધન સીમા પર તહેનાત જવાનોના મનોબળમાં વધારો કરતું રહ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now