Botad location information case: બોટાદ જિલ્લાના ટ્રાફિક PSI પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એક શંકાસ્પદ વ્યક્તિ નજરે ચડ્યો હતો. પોલીસે તેમની પુછપરછ શરૂ કરતાં તે શખ્સ ગભરાઈ ગયો અને પોતાની કાર છોડી નાસી છૂટયો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરી અને શખ્સની કારની તપાસ સાથે તેનો મોબાઈલ ફોન પણ કબ્જે લીધો હતો. મોબાઈલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. શખ્સનું નામ દિલીપભાઈ શાંતુભાઈ ખવડ હોવાનું સામે આવ્યું છે, જે સૌરાષ્ટ્રના સાઇલા તાલુકાનો રહેવાસી છે.
લોકેશનની માહિતી ગ્રુપમાં શેર કરતો
મોબાઈલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, દિલીપભાઈ ખવડ પોલીસ અને ખનિજ વિભાગના અધિકારીઓના લોકેશનની માહિતી એક ગ્રુપમાં નિયમિત રીતે શેર કરતો હતો. જેથી શંકા ઉઠે છે કે તે ખનિજની ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલો હોઈ શકે છે અથવા પોલીસની હલચાલની માહિતી આગળ શેર કરતો હતો.
ગુનો નોંધવામાં આવ્યો
પોલીસે ફોર વ્હીલર કાર પણ જપ્ત કરી છે અને શખ્સ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ કેસમાં કોઈ વધુ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
રૂ.3,60,000ના મુદ્દામાલ જપ્ત કર્યો
પાપ્ત વિગતો મુજબ દિલીપભાઈ શાંતુભાઈ ખવડ (રહે. લાખાવાડ તા. સાયલા જી.સુરેન્દ્રનગર)ને ફોરવ્હીલ કાર જેની કિમત રૂપિયા 3,50,000, મોબાઈલ જેની કિમત રૂ.10,000 મળી કુલ કિમત રૂ. 3,60,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.