logo-img
Red Alert In Kutch And North Gujarat Today While Orange Alert In Many Districts Of Central Saurashtra South Gujarat

આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ : જ્યારે મધ્ય, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ

આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 04:05 AM IST

ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે. રાજ્ય સરકાર પણ ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લઈ રહી છે.

રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે:

  • બનાસકાંઠા

  • મહેસાણા

  • પાટણ

  • કચ્છ

આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ

આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે:

  • સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, નવસારી, વલસાડ

સાથે જ રાજ્યના 16 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં ઉંચા મોજાં ઊઠવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરમાં પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ પંકજ જોષીએ વિવિધ જિલ્લાનાં કલેક્ટરો સાથે વાતચીત કરી હતી. અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

શાળાઓમાં રજા

  • બનાસકાંઠા જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

  • ખેડા જિલ્લામાં શાળાઓ, કોલેજો અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા 48 કલાક ભારે થી અતિભારે વરસાદી રહેશે, જ્યારે ત્યારબાદ વરસાદ ધીમો પડી હળવાથી મધ્યમ રહેવાની શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now