logo-img
Collectors Statement On Pavagadh Goods Ropeway Accident

''...કેબલના બંને છેડાને FSLમાં મોકલવામાં આવશે'' : પાવાગઢ ગુડ્સ રોપ વે દુર્ઘટના અંગે કલેક્ટરે શું કહ્યું?

''...કેબલના બંને છેડાને FSLમાં મોકલવામાં આવશે''
Published by: Offbeat Team
| Last Updated: Sep 07, 2025, 10:22 AM IST

યાત્રાધામ પાવાગઢમાં ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ મોટી દુર્ધટના સર્જાઈ હતી. ગુડ્સ રોપ વેનો વાયર તૂટતા 6 લોકોનાં મોત થયા હતા. ત્યારે ઘટનાના બીજા દિવસે તપાસનો દોર શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. સમગ્ર ઘટના બાબતે તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જે તપાસ ટીમમાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, ટેકનિકલ ઇજનેરો અને મિકેનિકલ ઇજનેરોનો સમાવેશ કરાયો છે.

''... ટેક્નિકલ તપાસ ચાલી રહી છે''

પંચમહાલ કલેકટર અજય દહીયાએ કહ્યું કે, ''ગઈકાલે રોપ વેની દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે ગઈકાલે જ તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે જ તપાસ સમિતિએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આજે સવારથી જ ટેક્નિકલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલ આવ્યું નથી, સાથો સાથ પોલીસ તપાસ પણ ચાલી રહી છે''.

''...કેબલના બંને છેડાને FSLમાં મોકલવામાં આવશે''

વધુમાં કહ્યું કે, હજુ સુધી જ્યાંથી કેબલ તુટ્યો છે, જે બે છેડા મોસમ ખરાબ હોવાના કારણે મળ્યા નથી, જે શોધખોળની કામગીરી પણ ચાલી રહી છે. જ્યારે મળશે ત્યારે તે કેબલના બંને છેડાને FSLમાં મોકલવામાં આવશે. સમિતિ જે રિપોર્ટ લેખિતમાં આપશે ત્યારબાદ સાચુ કારણ સામે આવશે.

મૃતકોના નામ

અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ (રહે. ગીતાવાસ, રાજસ્થાન)

મહમદ અનવર મહમદ શરીફખાન (રહે. ડાંગરી રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)

બળવંદસિંહ ધનીરામ (રહે. કલાલકાસ રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)

દિલિપસિંહ નવલસિંહ કોળી (મંદિર સિક્યુરિટી)

હિતેષભાઈ હસમુખભાઈ બારીયા (રહે. જૂની બોડેલી)

સુરેશભાઈ રાયજીભાઈ માળી (ફુલના વેપારી)

2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો તેમજ 2 અન્યના મોત

પેસેન્જર રોપ વે પણ બંધ કરાઈ

દુર્ઘટના અંગે વિગતો આપતા SP હરેશ દુધાતે કહ્યું હતું કે, 'માલસામાન લઈ જતો રોપ વે તૂટ્યો હોવાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ 6 લોકોનાં મોત થયાની જાણવા મળ્યું છે, જો કે, વધુ તપાસ ચાલુ છે. પેસેન્જર રોપ વે પણ પવનના કારણે બંધ કરી દેવામાં આવી છે'.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now