રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.7મી સપ્ટેમ્બરથી તા.10મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે.
જોરમાં જામ્યું ચોમાસું!
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87 ટકા જેટલો છે.
5,598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાજ્યમાં તા.1-6-2025 થી અત્યાર સુધીમાં 5,598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે 1045 લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં 12 એન.ડી. આર.એફની અને 22 એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.