Ahmedabad News: આજે અમદાવાદમાં 2 મકાન ધારાશાયી થવાની ઘટના સામે આવી છે જ્યારે એક દીવાલ ધરાશાયી થઈ છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલી ફકીર મુખીની ચાલીમાં જર્જરિત દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે જ્યારે અનેક વ્યક્તિ ઘાયલ થતા એલ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
દીવાલ પડતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત
અત્રે જણાવીએ કે, આ દીવાલ નીચે દુકાનો હતી અને દીવાલ ઘસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓ ઈજા પહોંચી હતી. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃતક વ્યક્તિની ઉંમર 23 વર્ષ છે. જે વ્યક્તિ બેંકમાં કામ કરતો હતો જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે. આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
દુઘટના બાદ કોર્પોરેશને નોટિસ લગાવી!
આ સમગ્ર દુઘટના બન્યા બાદ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવીને નોટિસ લગાવી સંતોષ માન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કે, શું તંત્ર આવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
દરીયાપુરમાં દીવાલ ધરાશાયી થતાં 3 ઈજાગ્રસ્ત
અમદાવાદમાં બીજી તરફ દરીયાપુરમાં અલી કુંભારના ડહેલામાં સલીમભાઇના મકાન પરના ડહેલામાં રફીકભાઇના જર્જરિત મકાનની દિવાલ પડતા 3 ઈજાગ્રસ્ત થયા છે તેમજ 2 મકાનોને નુકસાન થયું છે. ઘટનાના પગલે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, ફાયર બ્રિગેડ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
માંડવીની પોળમાં એક મકાન ધરાશાયી
અમદાવાદ મકાન ધરાશાય ત્રીજી ઘટના માંડવીની પોળથી સામે આવી છે. જ્યાં એક મકાનનો ત્રીજા માળનો ભાગ ધારસાય થયો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.