Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાનું આજથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યપાલે સાતમા સત્રનું આહ્વાન કર્યું હતું. જે મુજબ આજથી એટલે તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરે ચોમાસુ સત્ર રહેશે. ત્યારે 8 સપ્ટેમ્બરને સોમવારના રોજ વિધાનસભા સત્રનું આયોજન કરાયું છે, ત્યારે આજે સત્રમાં શુ કામગીરી થશે તે અંગે જાણીએ
પ્રશ્નોત્તરી કાળ અને શોકદર્શક ઠરાવ
પહેલા પ્રશ્નોત્તરી કાળ રહેશે. જેમાં તારાંકિત પ્રશ્નોત્તરી લેવામાં આવશે. ત્યારબાદ શોકદર્શક ઉલ્લેખો કરાશે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રમણિકલાલ રૂપાણી તથા વિમાન દુર્ઘટનાના કારણે અવસાન પામેલ અન્ય દિવંગતો. ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ નૂરજહોબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાથબ મંત્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા ગુજરાતના પૂર્વ સભ્યો ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને સ્વ. રણછોડભાઈ કરસનભાઇ મેરના અવસાન અંગેના શોકદર્શક ઠરાવ.
પ્રથમ દિવસે, મુખ્યત્વે મુખ્યમંત્રીના હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત, તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગોના પ્રશ્નો લઈ ચર્ચા થવાની છે.
ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વટહુકમ
વિધાનસભાના મેજ ઉપર મુકવાના કાગળોની ચર્ચા કરાશે. 2025નો વટહુકમ ક્રમાંક-1-સન 2025નો ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) વટહુકમ તથા આ વટહુકમ બહાર પાડવા અંગેના સંજોગો સમજાવતું નાણા મંત્રી કનુભાઇ દેસાઇ નિવેદન રહેશે.
કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ
2025નો વટહુકમ ક્રમાંક-2-સન 2025નો કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ તથા આ વટહુકમ બહાર પાડવા અંગેના સંજોગો સમજાવતું નિવેદન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત આપે
અનુમતિ મળેલાં વિધેયકો વિધાનસભાના મેજ ઉપર મૂકાશે
પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં વિધાનસભાએ પસાર કરેલ અને જેને રાજયપાલની અનુમતિ મળી છે તેવાં સન 2025નાં વિધેયક ક્રમાંક 7,8, 9, 10, 14 અને 15 વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિના દસમા અહેવાલની રજૂઆત કરાશે
સરકારી વિધેયકો
સન 2025નું વિધેયક ક્રમાંક-17-સન 2025નું ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) વિધેયક
દાખલ કરાશે તથા પહેલું, બીજું અને ત્રીજું વાંચન નાણા મંત્રી કનુભાઇ દેસાઇ કરેશ
ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક
2025નું વિધેયક ક્રમાંક-16-સન 2025નું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક
દાખલ કરાશે તથા પહેલું, બીજું અને ત્રીજું વાંચન ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત કરશે